Sunday, February 15News That Matters

Author: Admin Admin

ગીર સોમનાથ જિલ્લાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રખાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              ગીર સોમનાથ જિલ્લાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રખવામાં આવ્યો છે. વેરાવળ ખાતે તા. ૦૬-૦૫-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે યોજાનાર આ ભરતી મેળો અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે.              વેરાવળની શ્રીમતી સી.પી ચોક્સી કોલેજ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી આ જિલ્લા કક્ષાનો ભરતીમેળાનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ જાહેરાત કરવામાં આવશે. આ મુદ્દે વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલસેન્ટર નંબર- 6357 390390 પર સંપર્ક કરી શકાશે. જેની તમામ સબંધિતોને નોંધ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે....
શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન મહત્વપૂર્ણ – વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અધ્યક્ષાશ્રીએ ભુજ ખાતે વિષ્ણુધર્મ સ્કૂલનું લોકાર્પણ કર્યું

શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન મહત્વપૂર્ણ – વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અધ્યક્ષાશ્રીએ ભુજ ખાતે વિષ્ણુધર્મ સ્કૂલનું લોકાર્પણ કર્યું

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભૂજ વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ આજરોજ ભુજ ખાતે સ્વ. વી.એલ. બારોટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્મિત વિષ્ણુધર્મ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું. નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ આ શાળાના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણનીતિમાં સંસ્કૃતિનો પણ સમાવેશ કર્યો છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાને પણ ફરજિયાત સમાવેશ કરાયો છે. વિષ્ણુધર્મ શાળા એના નામમાં સંચાલકોના માતા પિતાના નામ રાખી સંસ્કાર દિપાવ્યા છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ધોરણ ૬ થી ધર્મપુસ્તક ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરાયો છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો બાળકોને અભ્યાસ કરાવાશે જેથી બાળકો પ્રાચીન સંસ્કૃતિને આત્મસાત કરતા થશે. દીર્ધદષ્ટ્રા અને વિકાસપુરુષ નરેન્દ્રભાઇ મોદીએ ભૂકંપ બાદ કચ્છને ટૂરિઝમ હબ બનાવ્યું છે. વિકાસ માટે ...

આર્ય સમાજ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલાં પ્રાકૃતિક કૃષિ સંમેલન અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમમાં માર્ગદર્શન આપતાં રાજ્યપાલ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભાવનગર ખાતે યોજાયેલાં ખેડૂત સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી આખું વિશ્વ ત્રસ્ત છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનું આ પરિણામ છે. જળ- જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે હવે પ્રકૃતિ તરફ પાછા વળીને પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની પૂર્તિ માટે હરિત ક્રાંતિ તળે રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી, પરંતુ આજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગને કારણે જમીન બંજર બની રહી છે, ઉત્પાદન ઘટી રહ્યું છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી દૂષિત આહારને કારણે લોકો અસાધ્ય બીમારીના ભોગ બની રહ્યાં છે તેમણે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિ...

આર્ય સમાજ, ભાવનગર અને સત્યાસત્ય પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડૂત સંમેલનમાં સહભાગી થતાં રાજ્યપાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, - જળ, જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃધ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક - રાસાયણિક કૃષિના દુષ્પરિણામો પ્રકૃતિથી દૂર જવાનું પરિણામ- પ્રકૃતિ તરફ પાછા વળો - પ્રાકૃતિક કૃષિથી ભૂમિ અને દેશી ગાયનું જતન થાય છે, ઉત્પાદન ઘટતું નથી, ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થાય છે - રાજ્યપાલએ અજય આર્યના પુસ્તક ‘શીઘ્ર આર્થિક સફળતા વિજ્ઞાન’ નું વિમોચન કર્યું - સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી વૈદિક સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરી આઝાદી માટે ક્રાંતિકારીઓને પ્રેરિત કર્યાં...
ઉમરાળા તાલુકા કચેરી જર્જરિત હોવાથી અન્ય સ્થળે કાર્યરત થશે

ઉમરાળા તાલુકા કચેરી જર્જરિત હોવાથી અન્ય સ્થળે કાર્યરત થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મામલતદાર કચેરી, ઉમરાળા હાલ ઉમરાળા ગામે આવેલ દરબારગઢના મકાનમાં કાર્યરત છે. આથી ઉમરાળા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે હાલ સદરહુ બિલ્ડીંગ આશરે ૧૫૦ વર્ષ જુનુ અને જર્જરીત હોય અકસ્માત થવાની શક્યતાઓ હોવાનું તેમજ આગામી વર્ષાઋતુ દરમ્યાન ભારે વરસાદ તેમજ વાવાઝોડાના સમયે બિલ્ડીંગનો કોઇ ભાગ પડી જવાના લીધે જાન મિલ્કત તેમજ જાનહાની થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કચેરીની બીલ્ડીંગને સ્થળાંતર કરવાની જરૂરીયાત ઉભી થતા ભાવનગર જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરતા તેઓની કચેરીના પત્રથી જાહેર નોટીસ ઇસ્યુ કરવા અંગે પરવાનગી આપવામાં આવેલ છે. આથી તા.૦૬/૦૫/૨૦૨૨ થી મામલતદાર કચેરી , ઉમરાળા ઉમરાળા ગામે આવેલ સરકારી વસાહતના કવાર્ટર નં.ડી -૧ થી ડી -૬ માં કાર્યરત થનાર છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવાયું છે....
ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન

ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત લાલચંદભાઈ વોરા બાલભવન, અમરેલી જિલ્લાના બગસરા ખાતે ત્રિ-દિવસીય ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થાનાં શિશુવિહારના ચીફ કો-ઓર્ડિનેટર હિનાબહેન ભટ્ટ, કાર્યકર પ્રીતિબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણા, પાર્થભાઈ બારૈયા અને હર્ષભાઈ ચુડાસમા દ્વારા ૧૨૦ બાળકોને ક્રાફટ, આપત્તિ નિવારણ, સાહસિક રમત - ગમતની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. અમરેલી ખાતે યોજાયેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટનાં દેવચંદભાઈ તથા મહેન્દ્રભાઈએ કર્યું હતું....
ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમતની શરૂઆત કરાઇ

ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમતની શરૂઆત કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમત થી શરૂઆત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે થઈ હતી. જેમાં કમિશનર ભાવનગરે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ અને ૧૦૦ મીટર દોડમાં અધિકારીએ પોતે ભાગ લઈને વ્યાયમ શિક્ષકો સાથે સ્પર્ધા રમીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી....

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર           ભાવનગરની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૯/૦૪/૨૦૨૨ થી બપોરે ૩ થી ૫ દરમ્યાન (શનિ - રવિ અને જાહેર રજાના દિવસો સિવાય) રૂમ નં.૬૬ સર્જરી ઓ.પી.ડી વિભાગ, ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જતા તમામ યાત્રીઓએ આ માટે તબીબી અધિક્ષકની કચેરી ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને અરજી આપ્યાનાં બે દિવસ બાદ ફિટનેસ સબંધિત કામગીરી માટે આવવાનું રહેશે. જેની નોંધ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે....
કાલાવડ ખાતે લોકડાયરો યોજાયો – એક શામ ભીમ કે નામ

કાલાવડ ખાતે લોકડાયરો યોજાયો – એક શામ ભીમ કે નામ

Entertainment
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ કાલાવડ ખાતે ગત રોજ 'એક શામ ભીમ કે નામ' ના નામથી એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લોકડાયરા કાર્યક્ર્મમાં બહુજન સાહિત્યકાર વિશનભાઇ કાથડ દ્વારા સંગીતના તાલે ડૉ.બાબા સાહેબ આંબેડકર ની જીવની અને તેઓ અંગે પ્રવચન અને ગીતો દ્વારા આ કાર્યક્ર્મમાં પધારેલ હજારો લોકો વિશનભાઈ કાથડ ના પ્રવચનો અને ગીતોમાં મંત્ર મુંગ્ધ થયા હતા. ભીમ ડાયરામા પધારેલ આમંત્રિત મહેમાનો તથા દુરદુરથી પધારેલ ભીમ ચાહકો, સમસ્ત દલિત સમાજના ભાઇ બહેનો, માતાઓ બહેનો, યુવાનો એ ખુબ જ શાન્તિ પુર્વક આ કાર્યક્ર્મને માણ્યો હતો અને આ કાર્યક્રમ ને અતિ થી અતી ભવ્ય બનાવવા બદલ પ્રવિણભાઇ દેગડા, મોહનભાઇ દેગડા, વાઘજીભાઇ સોરઠિયા, ધમ્મચારી મંજુ રત્ન, નરેશભાઇ સિંગલ , સુરેશભાઇ શુકલ, રવિ શુકલ તેમજ સમસ્ત દેગડા પરિવાર અને યુવા ટીમ ને આ તકે સમસ્ત દલિત સમાજે અભિનંદન સહ હદય થી આભાર વ્યકત કર્યો હતો. આ કાર્ય...

દુધઈ બ્રાન્ચ કેનાલ જે બનવાની છે તે પાઈપ વાડી નહીં પરંતું ખુલ્લી કેનાલ બનશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ આ કેનાલ નું સંપુર્ણ કામ નર્મદા બોર્ડ કરશે ખુલ્લી કેનાલ આવશે એનામા કમાન્ડ વિસ્તારમાં આવતી તમામ જમીન અગાઉ નક્કી થયેલ જે કમાન્ડ વિસ્તાર છે તે મુજબ જ આવશે આ કેનાલ વિશે જે અફવાઓ ફેલાઈ રહી છે તેમા કોઈ ખેડૂતે ગેરમાર્ગે દોરાવું નહી. કેનાલ નું કામ ઝડપી શરૂથાય તે માટે પાવરપટ્ટી તથા આહીરપટ્ટી વિસ્તાર ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારઓ તેમજ આ વિસ્તારના પાર્ટી પદાધિકારીઓ એ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષા શ્રીમતી ડૉ.નિમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ધારાસભ્યઓ ને રજૂઆત કરી હતી. રજૂઆત ના સંદર્ભે પદાધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસમાં મંજુરી મળી જશે અને 2 થી 3 મહીના ની અંદર ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. રુદ્રરમાતા ડેમ તથા કાયલ ડેમ નોર...