Sunday, February 15News That Matters

ગીર સોમનાથ જિલ્લાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રખાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

             ગીર સોમનાથ જિલ્લાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રખવામાં આવ્યો છે. વેરાવળ ખાતે તા. ૦૬-૦૫-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે યોજાનાર આ ભરતી મેળો અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે.

             વેરાવળની શ્રીમતી સી.પી ચોક્સી કોલેજ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી આ જિલ્લા કક્ષાનો ભરતીમેળાનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ જાહેરાત કરવામાં આવશે. આ મુદ્દે વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલસેન્ટર નંબર- 6357 390390 પર સંપર્ક કરી શકાશે. જેની તમામ સબંધિતોને નોંધ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *