Saturday, February 14News That Matters

વાપી મહાનગરપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટનું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી, વાપી

     વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ નગરજનોને જણાવવાનું કે, આગામી તા. ૧૫/૦૨/૨૦૨૬ના રોજ વાપી દમણ રોડ ખાતે સવારે ૬.૩૦ થી ૯.૩૦ કલાક દરમ્યાન વાપી મહાનગરપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. 

 આ હેપ્પી સ્ટ્રીટમાં ભાગ લેવા માટે તમામ નગરજનોને જાહેર આમંત્રણ છે. હેપ્પી સ્ટ્રીટ માટે દમણથી વાપી તરફ આવતા માર્ગ ઉપર ચલા વાસુ પૂજ્ય એપાર્ટમેંટ થી મુકેશભાઇ ભાટેલાના ઘર સુધીના રોડનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેથી ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૦૮ હેઠળ મળેલી સત્તાને આધિન સદરહુ હેપ્પી સ્ટ્રીટના આયોજનની તૈયારી માટે તથા આયોજન સુવ્યવસ્થિત રીતે થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ ૦.૦૦ કલાક થી સવારે ૧૧.૦૦ કલાક સુધી દમણ થી વાપી તરફ આવતા ચલા વાસુ પૂજ્ય એપાર્ટમેંટ થી મુકેશભાઇ ભાટેલાના ઘર સુધીનો એક તરફનો રોડ કામચલાવ ધોરણે ઉપરોક્ત સમય માટે કોઈપણ પ્રકારના વાહન વ્યવહારના આવન જાવન માટે બંધ કરવામાં આવનાર છે જેની જાહેર જનતાએ નોંધ લેવી. ઉપરોકત સમયગાળા દરમ્યાન વાપી થી દમણ તરફના રોડ ઉપર બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *