નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવે નગરચર્યા, ભક્તિથી ગુંજ્યું ગામ
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ
ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ-નિકાવા અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોક ખાતે સવારે ગ્રામજનો એકત્ર થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન, રાસ અને જયઘોષના નારા સાથે શોભાયાત્રાએ ગામની મેઈન બજારમાં નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું.
શોભાયાત્રામાં અલગ-અલગ સુશોભિત વાહનોમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરાજમાન કરી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રાસ મંડળના ભાઈઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, તો માર્ગમાં બહેનો દ્વારા ફૂલો અને અબીલ-ગુલાલથી ભગવાનનું ભાવભ...









