પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી.
આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને તરત જ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓ માટે સંકેત ભાષા આધારિત તાલીમનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જે દર્શાવે છે કે કચ્છ નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે.
સ...



