પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
ગત તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ.) અંતર્ગત કચ્છ જિલ્લાના પી.એમ પોષણ યોજના (એમ.ડી.એમ.) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવેલ જેમાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતિય આવેલ કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે મીનાબેન કે. ધુવા (સંચાલક - ગાંધીધામ), દ્વિતિય ક્રમના વિશ્વના સંગાર જાયાદાબાનું નુરમામદ (સંચાલક - અબડાસા તાલુકો) અને તૃતિય ક્રમના વિજેતા જાદવ વૈશાલી રમેશ (સંચાલક - મુંદ્રા તાલુકા) ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્વિતીય વિ...



