બાળકોમાં સંસ્કારોનું સિંચન તથા ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોની છે – ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
વડાપ્રધાન અને મુખ્યમંત્રી દેશનું ભાવિ સશક્ત બને તે માટે પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે જ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે એક પણ બાળક પ્રવેશ વગર રહી ન જાય તેમજ બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્યનું યોગ્ય નિર્માણ થાય એ જોવાની જવાબદારી શિક્ષકોની છે એવું ભુજ તાલુકાના મિરઝાપરની બે તથા સુખપરની ત્રણ શાળાના ૧૮૯ બાળકો તથા બંને ગામના ૬૦ આંગણવાડીના ભુલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવતા સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.
મીરઝાપર કન્યાશાળામાં ૪૦ બાળકો, કુમારશાળામાં ૩૫ તથા આંગણવાડીમાં ૪૭ ભુલકા તથા સુખપર ગામની સરકારી કન્યા શાળા.૨માં ૪૯, કુમાર શાળા નં.૨માં ૪૫, કન્યા શાળા નં.૧માં ૨૦ તથા આંગણવાડીમાં ૧૩ બાળકોએ વિધાનસભા અધ્યક્ષાના હસ્તે મીઠુ મોઢું કરીને વાજતેગાજતે પ્રવેશ મેળવ્યો હતો. આ તકે અધ્યક્...
