પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ’
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ
સ્વાગત કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમને બે દાયકા પૂર્ણ થતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ અને સ્વાગત કાર્યક્રમની યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરજદારઓને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સાંભળ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અને તેમના પ્રશ્નો સંદર્ભે નિરાકરણ આપ્યુ હતુ.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા પાછળ ખરેખર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. વડાપ્રધાન વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમ થકી ગુજરાત સમગ્ર વિશ્વમાં સુશાસનનું રોલ મોડેલ સ્ટેટ બની ચૂક્યું છે. આજે સ્વાગત કાર્યક્રમ એ ...



