Friday, September 4News That Matters

Sports

કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, અમરેલી       રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત '૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા' અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો. રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સશક્તિકરણનો મજબૂત આધાર છે. ...
જૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી

જૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ       સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આયુષ્માન આરોગ્ય મંદિરો તેમજ સબ સેન્ટરો ખાતે "તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ "નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ આરોગ્ય સુવિધાઓ ખાતે તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત સૌએ પોતાના જીવનને તમાકુ તથા તમાકુની તમામ બનાવટોથી મુક્ત રાખવા તેમજ પરિવાર અને સમાજને પણ આ દૂષણથી બચાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્...
વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ     રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ : ખેલાડી રાહુલ જાખર...
કાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી

કાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી

Gujarat, Sports
હિન્દ ટીવી -ગુજરાતી, કાલાવડ       ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ હવે રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, તેનો ઉત્તમ દાખલો કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યો છે.       રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત બેટરી ટેસ્ટમાં જામનગર જિલ્લાના કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુમિત પારસિંહ નિનામા અને વિક્રમ રાજુભાઈ મીનામા એ મેરિટ સાથે DLSS (District Level Sports School) માં સ્થાન મેળવ્યું છે.        વિશેષ વાત એ છે કે આ શાળા સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓને DLSS સુધી પહોંચાડવામાં સફળ રહી છે. શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલ DLSS માં અભ્યાસ સાથે નેશનલ કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે, જે સમગ્ર ગામ અને શાળા માટે ગૌરવની બાબત બની છે. ...
ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે

ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭. અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે.  જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે.  અબવ ૪૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે.  અં.૧૭ વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૦૧-૦૪-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો મ...

સરખડી ખાતે બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષા વૉલિબોલ સ્પર્ધા યોજાઈ

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                 રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વૉલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન વયજૂથ બહેનોની વૉલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટૉસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી અને ખેલાડીઓની રમત નિહાળી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરખડી જેવા નાના એવા ગામમાંથી ઘણાં ખેલાડીઓ પોતાના કાંડાનું કૌવત બતાવી અને રમતગમત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે. જે ...

જામનગરમાં શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતે ઝોન કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                 ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર મહાનગરપાલીકા(શહેર) ઝોનકક્ષાની એથ્લેટીક્સ અં.: ૯,૧૧,૧૪,૧૭ અને ઓપન એઇજ ગૃપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયયાન શ્રીસત્યસાંઇ વિદ્યાલય જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં કુલ ૧,૮૩૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરી મુજબ ઇવેન્ટ પ્રમાણે વિજેતા થયેલાં ખેલાડીઓ મહાનગરપાલીકાની શહેર કક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે. અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ખેલાડીઓને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નો પ્રારંભ થશે

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ       ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે.     ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવુ...
જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.  સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (Blind). શ્રવણ મંદ (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે.  સ્પે.ખેલમહાકુંભ ૩.૦માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે ૮ થી ૧૫ (જુનિયર, ૧૬ થી ૨૧ (સિનીયર), ૨૨ થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિ...

આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, બીલીમોરા        તા. 18- 02 -2023 તથા તા. 19-02-23 નાં રોજ આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, દેવસર મુકામે આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. ગણદેવી તાલુકા પંચાયત સભ્ય એવાં હર્ષિલભાઈ નાયક ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. જેમાં દરેક ખેલાડી ઓ ખુબ ખેલદિલી રાખી, સમાજ માં એક એકતા રાખી ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. રવિવારે સાંજે ચેતન પ્લમ્બર ઈલેવન તથા તલોદ કિંગ ઈલેવન આમ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય હતી. જેમાં તલોદ કિંગ ઈલેવન 3 રને વિજય બની હતી. અંતે વિજેતા ટીમનાં કેપ્ટન ભાવિન પટેલ ને દેવસર ગામ ના સરપંચ ચેતનાબેન બી. પટેલ ના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને રુનર્સઅપ ટીમ ને તલોદ ગામ ના સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ઉપસરપંચ વિપુલભાઈ પટેલ ના હાસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ...