Saturday, February 14News That Matters

ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર  

    ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭. અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે. 

જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. 

અબવ ૪૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. 

અં.૧૭ વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૦૧-૦૪-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૦૨-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. 

અબવ ૬૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૦૨-૦૪-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૦૩-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. 

તમામ વયજુથ માટે રિપોર્ટિંગ કરવા માટેનું સ્થળ તથા સ્પર્ધાનું સ્થળ સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,સિદસર રોડ, ભાવનગર રહેશે. સ્પર્ધા અંગેની ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવી જરૂરી છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *