Saturday, February 14News That Matters

Uncategorized

ડુંગળી પકવતા ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદનો જાહેર અનુરોધ

Uncategorized
 ડુંગળી પકવતા ખેડૂતો જોગ હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનુ કે હાલ અન્ય રાજ્યોમાથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ભાવમાં ચઢાવ ઉતાર આવે છે, જેથી ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતીઓ ઉપરાંત મેડા પધ્ધતિ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય પણ આપવામાં આવે છે. મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકો તેમજ બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ અને સહાયના ધોરણમાં લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર (ક્ષમતા ૨૫ મે.ટન) ૫૦ ટકા લેખે રૂ.૮૭,૫૦૦/- ની સહાય, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ૫૦૦૦ મે.ટન સુધી પ્રોજેક્ટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ.૨૮૦૦/- પ્રતિ મે.ટન ) ની સહાય અને બગાયતી પાકોના પ્રોસેસિંગના નવ...

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 : જાડા ધાન્યો છે “સુપર ફૂડ” જાડા ધાન્યોની વિવિધ વાનગીઓ થકી આરોગ્યને બનાવો સ્વસ્થ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પરંપરાગત ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને “ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)” તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે આપણે જાડા ધાન્યો વિશે વાત કરીશું. મિલેટ્સ એટલે રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ, કોદરા સહિતનાં ધાન્યો કે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. લોકો આ ધાન્યો તરફ ફરી વળે અને આરોગ્યલક્ષી ફાયદા પ્રાપ્ત કરે તેવી મુહિમ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. જાડા ધાન્યો છે અનેક રીતે ગુણકારી • જાડા ધાન્યો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પૌષ્ટિક તત્વોની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. બાજરીથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને કૉલેસ્ટ્રોલના લેવલમાં પણ સુધારો થાય છે. બાજરી કૅલ્શિયમ, ઝિંક અને આયર્નની ઊણપને દૂર કરવામાં મદદરૂપ છે. • જુવારમાં...
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

Uncategorized
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસના વ્યાખ્યાનોને ચાર સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. આ જ્ઞાનસભર માહિતીનો પ્રશિક્ષણાર્થીઓએ લાભ લીધો હતો. પ્રથમ સત્રના વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રોફેસર ગોપબંધુ મિશ્રાએ રાજનીતિ સંબંધિત આધુનિક શબ્દોની ચર્ચા કરી હતી. જેમાં એમણે અંગ્રેજીભાષા તથા સંસ્કૃત ભાષામાં નૂતન શબ્દ નિર્માણ કરી ભવિષ્યના આધુનિક શબ્દોનું નિર્માણ કઈ રીતે કરવું તે વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીજા સત્રના વ્યાખ્યાતા તરીકે ડો. ઉમા મહેશ્વરએ ભારત દેશના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત વાનગીઓના સંસ્કૃત શબ્દોનો શબ્દકોશ રજૂ કર્યો અને चिपळुणकरमहा...

રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ . જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.  માનનીય મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DCP પાર્થ રાજ, કોર્પોરેટરઓ જયમીનભાઈ ઠાકર, ચેતન સુરેજા, વિનુભાઈ સો...

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ જેમાં ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ડેરી પ્રોડક્ટસ, વગેરે ના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-                        ફૂડ વિભાગ દ્વારા શહેરના માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ (૧)રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)યશસ્વી પ્રોવિજન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)સીતારામ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ધાર્મી મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)દ્રારકાધીશ ચાઇનીઝ  & પંજાબી -લાઇસન્સ મેળવવા ...

હોટલ/ લોજ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, બોટાદ જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે, કેટલો સમય રોકાવાના છે તેની સંપૂર્ણ વિગત મેળવવી, ...
“મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારીત ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

“મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારીત ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના મુજબ ૨૫ મી જાન્યુઆરી ને સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં તમામ વયમર્યાદાવાળા તમામ જ્ઞાતિના સમુહને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ તરીકે ભાગ લે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાને તમામ લોકોને અનુકૂળ આવે તેવી સુગમ બનાવવામાં આવેલ છે. જેથી તેમાં તમામ લોકો સહજ અને સરળ રીતે સહભાગી બની શકે છે. ચાલુ વર્ષે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ૧૩ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની થીમ “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવેલ છે. આજનાં દિવસે યુવા મતદારો મતદરયાદીમાં નામ દાખલ કરવા માટે કે સુધારો વધારો કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો વધારે ને વધારે ઉપયોગ કરે તે માટે ભાર આપવામાં આવે છે. મતદારો વોટર હેલ...
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે.તેમજ નદી વિસ્તારમાંથી પ્લાસ્ટિક દુર કરવાની સાથે જાહેર માર્ગો પર આવેલ ડિવાઇડરો પાણીથી સાફ કરવામાં આવી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરીની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો દ્વારા સફાઇની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા હડદડ રોડ પરની સફાઇ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ, સર્કિટ હાઉસ પાસેની સફાઇ કરવાની સાથે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફીસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર ત...
નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે. આ પ્રદર્શનમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાયું છે. શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આ પ્રદર્શનનું ઉદઘાટન કરતા લોકવૈજ્ઞાનીક અને લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવેએ વિ...
વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        ગીર સોમનાથ પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે વેરાવળ તાલુકા કક્ષાનો ''સ્વાગત'' ઓનલાઇન કાર્યક્રમ તા.૨૫-૦૧-૨૦૨૩ના બુધવારના રોજ યોજાનાર છે.        આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૦૧-૨૦૨૩ સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે અને  અરજીમાં મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે.       ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન "ગ્રામ સ્વાગત' કાર્યક્રમ અંતર્ગત તા.૧૫/૦૧/૨૦૨૩ સુઘીમાં ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને અરજી કરી શકે છે અને અરજીના મથા...