Saturday, February 14News That Matters

Author: Admin Admin

‘ટેક્સટાઈલ ફેસિલિટેશન સેન્ટર’ માટે દેશના છ શહેરો માંથી સુરતની પસંદગી

‘ટેક્સટાઈલ ફેસિલિટેશન સેન્ટર’ માટે દેશના છ શહેરો માંથી સુરતની પસંદગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયથી સુરતને 'ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર'ની ભેટ મળી છે. આ પગલું સુરતના કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવશે. કેન્દ્ર સરકારે દેશના છ મુખ્ય ટેક્સટાઇલ ક્લસ્ટરની પાયલોટ બેઝિસ પર પસંદગી કરી છે, જેમાં ગુજરાતમાંથી માત્ર સુરત સ્થાન પામ્યું છે. સુરત ખાસ કરીને 'ટેકનિકલ ટેક્સટાઇલ્સ' અને 'મેન-મેડ ફાઇબર આર્ટિકલ્સ' માટેનું હબ બનશે. સુરતનું કાપડ હવે સીધું જ વૈશ્વિક બજારોમાં પોતાની ઓળખ બનાવશે. એક છત નીચે સેન્ટર કાર્યરત થવાથી સુરતના અર્થતંત્રને નવી ગતિ મળશે અને લાખો લોકો માટે રોજગારીની નવી તકો ઉભરશે.                    ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર બનશે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની નવી 'લાઈફલાઈન' એમ જણાવતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુ...
राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने अखिल भारतीय सम्मेलन का उद्घाटन किया, ब्रह्म कुमारी के राष्ट्रव्यापी अभियान ‘सशक्त भारत के लिए कर्मयोग’ की शुरुआत की

राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने अखिल भारतीय सम्मेलन का उद्घाटन किया, ब्रह्म कुमारी के राष्ट्रव्यापी अभियान ‘सशक्त भारत के लिए कर्मयोग’ की शुरुआत की

National
हिन्द टीवी - गुजराती, दिल्ली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज नई दिल्ली में अखिल भारतीय सम्मेलन का उद्घाटन किया और ब्रह्म कुमारी के राष्ट्रव्यापी अभियान 'सशक्त भारत के लिए कर्मयोग' अभियान की शुरूआत की। राष्ट्रपति ने गुरुग्राम स्थित ओम शांति रिट्रीट सेंटर के रजत जयंती समारोह का भी शुभारंभ किया। राष्ट्रपति ने अपने संबोधन में कहा कि संतुलित और समग्र विकास के लिए भौतिक प्रगति के साथ ही नैतिक मूल्यों और आध्यात्मिकता का समेकन आवश्यक है। उन्होंने कहा कि आर्थिक प्रगति समृद्धि को बढ़ावा देती है और तकनीकी प्रगति नवाचार, दक्षता और प्रतिस्पर्धा को प्रोत्साहित करती है। ये दोनों एक समृद्ध राष्ट्र की नींव रखते हैं। लेकिन नैतिकता के बिना आर्थिक और तकनीकी विकास समाज में असंतुलन उत्पन्न कर सकते हैं। अनैतिक आर्थिक प्रगति - धन और संसाधनों के केंद्रीकरण, पर्यावरण को नुकसान और समाज के कमजोर वर्गों ...
વાપી મહાનગરપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટનું આયોજન

વાપી મહાનગરપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વાપી      વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ નગરજનોને જણાવવાનું કે, આગામી તા. ૧૫/૦૨/૨૦૨૬ના રોજ વાપી દમણ રોડ ખાતે સવારે ૬.૩૦ થી ૯.૩૦ કલાક દરમ્યાન વાપી મહાનગરપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે.   આ હેપ્પી સ્ટ્રીટમાં ભાગ લેવા માટે તમામ નગરજનોને જાહેર આમંત્રણ છે. હેપ્પી સ્ટ્રીટ માટે દમણથી વાપી તરફ આવતા માર્ગ ઉપર ચલા વાસુ પૂજ્ય એપાર્ટમેંટ થી મુકેશભાઇ ભાટેલાના ઘર સુધીના રોડનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેથી ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૦૮ હેઠળ મળેલી સત્તાને આધિન સદરહુ હેપ્પી સ્ટ્રીટના આયોજનની તૈયારી માટે તથા આયોજન સુવ્યવસ્થિત રીતે થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ ૦.૦૦ કલાક થી સવારે ૧૧.૦૦ કલાક સુધી દમણ થી વાપી તરફ આવતા ચલા વાસુ પૂજ્ય એપાર્ટમેંટ થી મુકેશભાઇ ભાટેલાના ઘર સુધીન...
ગરબાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રમાંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં મળી સફળતા

ગરબાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રમાંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં મળી સફળતા

Gujarat
હિન્દ ન્યુઝ, ગરબાડા     દાહોદ જિલ્લામાં બાળ આરોગ્ય ક્ષેત્રે એક પ્રેરણાદાયક સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા ICDS શાખા હેઠળના ગરબાડા તાલુકોના આંગણવાડી કેન્દ્રોમાંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં સફળતા મળી છે. CMTC ગરબાડા (Child Malnutrition Treatment Centre) ખાતે ગામ ભે (ગારી ફળિયા), PHC પાટિયા અને આંગણવાડી કેન્દ્ર ભે-2ની ૧૮ મહિનાની બાળકી રાઠોડ હિયાંશીબેનને ૧૩/૧૧/૨૦૨૫ના રોજ ગંભીર કુપોષણની સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ સમયે બાળકીનુ માત્ર ૭.૧૫૦ કિગ્રા વજન, ૭૪.૫ સેમી લંબાઈ, MUAC ૧૧.૭ સેમી અને Z-Score -૩ SD નોંધાવ્યું હતું, જે ગંભીર કુપોષણ (Severe Acute Malnutrition) દર્શાવતું હતું. હિમોગ્લોબિન ૮.૪ ગ્રામ/ડીએલ હતું, જે એનિમિયાની સ્થિતિ તરફ સંકેત આપતું હતું. તેનું લક્ષ્ય વજન ૮.૨૨૨ કિગ્રા નક્કી કરવામાં આવ્યું હતું. CMTC ખાતે નિયમિત તબીબી દેખરે...

મહાશિવરાત્રિ મેળામાં ST નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ  ➡️ મહાશિવરાત્રિ મેળામાં આવતા યાત્રિકોના પરિવહનને વધુ સરળ બનાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ST નિગમ દ્વારા કુલ 1,000 બસોનું સંચાલન કરાશે. ➡️ મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા સહિત મેળાની તમામ વિગતો માટે ખાસ 'પિંક બૂથ' ઊભા કરાયા; સમગ્ર વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના કુલ 850 કર્મચારીઓ 24x7 કાર્યરત. ➡️ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા. ➡️ બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઇજેનિક ટોયલેટ બ્લોક, CCTV કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબત...
લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર

લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહીસાગર      ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિસાગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અંતર્ગત લુણાવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'કેશ ક્રેડિટ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર અરવિંદ કુમાર આર. સેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા....
પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, નવસારી     કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.  આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે.   મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશના ...
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના વિવિધ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના વિવિધ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, નવસારી      આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના રોડ - રસ્તા, ઓરડા અને ગ્રામ પંચાયત ભવન બાંધકામના રૂ. ૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.                   આદિજાતી મંત્રીએ વિવિધ ગામોમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, માર્ગો, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા આધારભૂત માળખાં ગામના સર્વાંગી વિકાસની મૂળભૂત કડી છે. સુવ્યવસ્થિત માર્ગવ્યવસ્થા થકી લોકોની આવનજાવન સરળ બનશે તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધુ સુલભ થશે વધુમાં નવા પંચાયત ભવનના નિર્માણથી સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થા વધુ સક્રિય બનશે .               મંત્રી નરેશ પટેલે વધુમાં જણાવ્યુંકે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં અગત્યની અને તાત્કાલિક સેવાઓ દરેક ...
“વયમ્ રક્ષામ:”ના ભાવ સાથે કાર્યરત ભારતીય તટ રક્ષક દળ

“વયમ્ રક્ષામ:”ના ભાવ સાથે કાર્યરત ભારતીય તટ રક્ષક દળ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ગાંધીનગર         ભારત ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આપણો દરિયાકાંઠો માત્ર વેપાર માટે જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે. આ વિશાળ દરિયાઈ સીમાઓ પર અવિરત નજર રાખવાનું અને તેની સુરક્ષા કરવાનું ગૌરવવંતું કાર્ય 'ભારતીય તટ રક્ષક દળ' કરે છે.ત્યારે તા.૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ભારતીય તટ રક્ષક દળના ૫૦માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જાણીએ આપણા જાંબાજ ભારતીય તટ રક્ષક દળની કેટલીક ખાસ વાતો. સ્થાપના અને ઈતિહાસ ભારતીય તટ રક્ષક દળની સ્થાપનાની જરૂરિયાત ૧૯૭૦ના દાયકામાં વર્તાઈ હતી, જ્યારે દરિયાઈ માર્ગે થતી તસ્કરી (Smuggling) રોકવા અને માછીમારોની સુરક્ષા માટે એક સમર્પિત દળની માંગ ઉઠી.પરિણામે તા.૧ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ આંતરિક ધોરણે આ દળની સ્થાપના કરવામાં આવી. ૧૮ ઓગસ્ટ, ૧૯૭૮માં સંસદમાં 'કોસ્ટ ગાર્ડ એક્ટ' પસાર કરી તેને વિધિવત રીતે સશસ્ત્ર દળ તરીકે ...
કચ્‍છ જિલ્‍લામાં ૧૩મી ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્‍છ જિલ્‍લામાં ૧૩મી ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, કચ્‍છ       કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણએ તા.૧૩/૦૨/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.     આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે. ...