Saturday, February 14News That Matters

Politics

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

Politics
આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                  રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને નોડલ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે....

મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું

Politics
હીંડત્વ - ગુજરાતી, જામનગર                    જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ-૮-જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ-૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.૧૬-૨-૨૦૨૫ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેચવામાં ન આવે તે જોવુ જરૂરી છે. રા...

આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ અને ઉમરેઠ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠકની સામાન્ય ચૂંટણી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી અન્વયે અમલી બનેલ આચારસંહિતામાં કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજકીય /બિનરાજકીય પક્ષોનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અં...

ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર             ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે તેમજ કલેકટર કચેરી, ભાવનગર ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કલેકટર કચેરી, ભાવનગર ખાતેના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫ તથા ઇ-મેલ એડ્રેસ : secbav@gmail.com છે.          આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રીઓના ટેલીફોન નંબરો (૧) માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી ફોન નંબર : 079-23252888, 079-23252327, (૨) સચિવશ્રી ફોન નંબર : 079-23252326, 079-23252149, (3) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર : 079-23252146, (૪) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર :...
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે.  જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રહેતા પરવાનેદારોએ તેમની પાસેના પરવાના તળેના હથિયારો તા. ૧૬/૦૩/૨૦૨૪ થી તા. ૦૬/૦૬/૨૦૨...
આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું. મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ કરી છે. ડાંગ જિલ્લાની મહિલાઓ દરેક ક્ષેત્રમા આગળ વધે તે માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વિજયભાઈ પટેલે અપીલ કરી હતી. ગ્રામ્ય કક્ષાની બહેનોમા જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજન...

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં 'લોન-ધિરાણ' કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે 'મેગા લોકસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની જનસામાન્ય માટેની સ્વનિધિ કે મુદ્રા યોજનાના લાભોથી વાકેફ કરતા ગૃહ રાજ્યમંત્રીએ, એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસતંત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી. પોલીસ વ...
ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ૧૫% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડના...

ડાંગ જિલ્લા સંકલન સમિતની બેઠક યોજાઈ 

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર ડો.વિપીન ગર્ગ એ 'સો દિવસના લક્ષ્યાંક' અંગે તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન કલેકટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં રોડ સેફટી, કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છ ભારત મિશન સહિતની શ્રેણીબદ્ધ બેઠકો પણ આયોજિત કરાઈ હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગોને માર્ગદર્શિત...

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ         કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ "પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુક...