Saturday, February 14News That Matters

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

                 રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને નોડલ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *