Thursday, June 4News That Matters

રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો લઈને આવેલા ખેડૂતો અને સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી તેના ત્વરિત નિવારણ માટે તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી.

જાહેર રસ્તાઓ પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીની પોલીસ તંત્રને સૂચના; રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરી માટે જિલ્લા તંત્રને દિશાનિર્દેશ આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *