બિપરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ બન્યું નિરાધાર નો આધાર, 10,000 થી વધુ ફૂડ પેકેટ વિતરણ, આશ્રય સ્થાનોમાં ભોજન અપાયું
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ
કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મામતાસભર માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી વાવાઝોડા પૂર્વે 5000 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ 4000 જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટ...


