Saturday, February 14News That Matters

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

બીપરજોય વવાઝોડાના મહાસંકટ માંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા એ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું હતું.

સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ નમાવીને રાજ્ય સરકારને સમગ્ર રાજ્યના લોકોનું રક્ષણ કરવા સામર્થ્ય પ્રદાન કરવા બદલ અને આશીર્વાદ આપીને સમગ્ર રાજ્યનું રક્ષણ કરવા બદલ સોમનાથ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.

આજરોજ જેઠ માસની માસિક શિવરાત્રી હોય શ્રી સોમનાથ મંદિરની પ્રણાલીકા અનુસાર યોજાયેલ જ્યોત પૂજનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ ટ્રસ્ટ પરિવાર સાથે મંત્રી જ્યોત પૂજામાં જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *