Thursday, June 4News That Matters

ચોમાસાને ધ્યાનમાં લઈ વાપી મનપા દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરાયો

હિન્દ ટીવી – ગુજરાતી, વાપી 

   આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો. જેની જાહેર જનતાએ નોંધ લેવા વાપી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *