Saturday, February 14News That Matters

મહાશિવરાત્રિ મેળામાં ST નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા

હિન્દ ટીવી – ગુજરાતી, જૂનાગઢ 

➡️ મહાશિવરાત્રિ મેળામાં આવતા યાત્રિકોના પરિવહનને વધુ સરળ બનાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ST નિગમ દ્વારા કુલ 1,000 બસોનું સંચાલન કરાશે.

➡️ મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા સહિત મેળાની તમામ વિગતો માટે ખાસ ‘પિંક બૂથ’ ઊભા કરાયા; સમગ્ર વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના કુલ 850 કર્મચારીઓ 24×7 કાર્યરત.

➡️ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા.

➡️ બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઇજેનિક ટોયલેટ બ્લોક, CCTV કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *