હિન્દ ટીવી- ગુજરાતી, સોમનાથ
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નુ સ્વાગત તથા સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી, જે ડી પરમાર, તથા સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ કરેલું હતું.
સોમવારના પવિત્ર દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના પરીવાર સાથે દર્શન પુજન કરતા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિ એ પરીવાર સાથે ગંગાજળ અભિષેક મહાપૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પરીવાર ને સ્મૃતિ ભેટ આપી ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી અને જે ડી પરમાર તથા સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ સન્માન કરેલું હતું

