Sunday, February 15News That Matters

જિલ્લામાં આજથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિર યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરીટી એન્ડ ઈટેલીજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી કચ્છ જિલ્લાના સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું જિલ્લામાં અબડાસા તાલુકા પંચાયતમાં તા.૧૨/૪ના, લખપત તાલુકા પંચાયતમાં તા.૧૩/૪ના, માંડવી તાલુકા પંચાયતમાં તા.૧૪/૪, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૧૫/૪ના, ભુજ તાલુકા પંચાયતમાં તા.૧૬/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૧૭/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૧૮/૪ના, નખત્રાણા તાલુકા પંચાયતમાં તા.૧૯/૪ના, ભચાઉ તાલુકા પંચાયતમાં તા.૨૦/૪ના, રાપર તાલુકા પંચાયતમાં તા.૨૧/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૨/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૨૩/૪ના, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૨૪/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૫/૪ના શિબિરનું આયોજન કરેલ છે. સમય સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી રાખેલ છે. ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬ વર્ષની, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ/નાપાસ ઉંચાઇ ૧૬૮ સે.મી. વજન ૫૫ થી ૯૦ કિલો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારને બધાંજ ડોકયુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ, બોલપેન લઇને હાજર રહેવા જણાવાયું છે. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીંગ આપીને ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ બંદરગાહે, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધોગિકક્ષેત્ર, બેંકો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ.૧૨ હજારથી ૧૫ હજાર અને સુરક્ષા સુપરવાઈઝર માટે રૂ.૧૫ હજારથી ૧૮ હજાર અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો પ્રમોશન, પી.એફ.ઈ.એસ.આઇ. ગેસ્યુઈટી, મેડીકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે. ખાસ જરૂરી કોરોના રસીના બે ડોઝ ફરજીયાત છે. કોરોના મહામારીમાં દરેક ઉમેદવારીઓ સોશિયલ ડીસ્ટન્સ રાખવું અને માસ્ક અવશ્ય પહેરવું ફરજીયાત છે તેવું ભરતભાઇ દેવરીયા એસ.એસ.સી.આઇ.રીજનલ ટ્રેનીંગ સેન્ટર, માણસા મો.નં.૮૨૦૦૪૬૯૭૩૫ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *