Saturday, February 14News That Matters

રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

     રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 1,241 વિદ્યાર્થીઓએ 570 ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

SSIP2.0ના આવા જ એક પ્રોજેક્ટ હેઠળ 24 વર્ષીય કૃપા બોડાએ માત્ર રૂ.15,000ની મૂડીથી “મોરિક ડીલાઇટ” નામની પૌષ્ટિક ચોકલેટ તૈયાર કરી છે, જે સરગવાની શીંગ જેવા આરોગ્યપ્રદ શાકભાજીમાંથી બનેલી છે.

ચેતન ઠાકર અને ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ તેનું આ પ્રોજેક્ટ SSIPમાં પસંદ થયું હતું. કૃપાએ ચોકલેટ માટે FSSAI નોંધણી અને લેબ ટેસ્ટ પણ કરાવ્યા છે અને હવે પેટન્ટની દિશામાં આગળ વધી રહી છે. 

રાજ્ય સરકારની આ પહેલ થકી વિદ્યાર્થીઓ “જોબ સીકર” થી “જોબ ગીવર” બની રહ્યા છે. SSIP 2.0 ગુજરાતી યુવાનો માટે નવી શક્યતાઓના દ્વાર ઉઘાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *