Thursday, September 10News That Matters

સંવેદનશીલ નેતૃત્વ, ઝડપી કાર્યવાહી!

હિન્દ ટીવી- ગુજરાતી, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નેપાળમાં પૂર બાદ સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ની શોધ અને ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે; ગુમ થયેલા 30માંથી 29 વ્યક્તિઓના પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત; ગુજરાતમાં DNA પ્રોફાઇલિંગ માટે છ નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરી; ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનો માટે પણ પ્રક્રિયા હાથ ધરાઈ.

26 ઑગસ્ટ, 2026ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોને સહાય પહોંચાડવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે. SEOC અને NRGF દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુમ થયેલા અને સંપર્કવિહોણા લોકોની યાદી પણ નેપાળ સરકારને આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *