હિન્દ ટીવી – ગુજરાતી, જંબુસર
જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બેંક ઓફ બરોડા નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક નંબર GJ-17-XX-0944ની અડફેટે એક્ટિવા નંબર GJ-16-CF-9740 આવી હતી.
આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર શ્વેતાબેન સંજયસિહ યાં દવ (ઉંમર 32 વર્ષ), રહે. કાવા, ડેલાવાળું ફળિયું, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્મતાની ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જેના પગલે માર્ગ પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. પોલીસે મૃતદેહને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો અને તેની ચોક્કસ જવાબદારી અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

રિપોર્ટર : ઇમ્તિયાઝ દિવાન, ભરૂચ
