Sunday, November 1News That Matters

જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ

હિન્દ ટીવી – ગુજરાતી, જંબુસર

      જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે તા. 31 /10/ 2026 ના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો.

     નોંધણા ગામ બસ સ્ટેન્ડ પાસે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ગામના સરપંચ દરિયાબેન ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલ, ગામ પંચાયતના તલાટી વિજેન્દ્રભાઈ હસ્તે ફૂલહાર કરી આ બે મહાનુભાવોના પ્રતિમાનું હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વડીલો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

     ભારતના ઇતિહાસમાં કેટલા મહાન પુરુષો એવા છે જેમનું જીવન દેશ માટે પ્રેરણાનો દીપક બની રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એવા જ એક મહાન નેતા હતા જેમણે પોતાની હિંમત, દઢ નિશ્ચય અને દેશપ્રેમીથી ભારતના ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું તેઓ માત્ર એક નેતા ન હતા પરંતુ ભારતની એકતા અને અખંડિતતાનાં પ્રતીક હતા.

 ભારતને સ્વતંત્રતા મળ્યા પછી સરદાર પટેલ દેશને એકતાના તાતણે બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું તેમને અનેક રજવાડાઓને ભારત સાથે જોડીને અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું તેમની અડંગ ઈચ્છા શક્તિ અને મક્કમ નિર્ણયો ને કારણે તેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાયાં તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયક વડાપ્રધાન અને ગૃહ મંત્રી પણ હતા.

  ડો. બાબા સાહેબ આંબેડકર મૂળ નામ ભીમરાવ રામજી સતપાલ ભારતના એક પ્રખર કાયદા શાસ્ત્રી, સમાજ સુધારક, અર્થશાસ્ત્રી અને રાજનેતા હતા તેમને ભારતીય બંધારણના ઘડવૈયા અથવા પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આજીવન દલિતો શોષિત અને મહિલાઓના અધિકાર માટે સંઘર્ષ કર્યો હતો.

રિપોર્ટર : ઇમ્તિયાઝ દિવાન, ભરૂચ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *