Tuesday, October 27News That Matters

જંબુસરના ટુંડજ ખાતે આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ અને કેન્દ્ર-૨નું ખાતમુહૂર્ત સંપન્ન

હિન્દ ટીવી – ગુજરાતી, ટુંડજ (જંબુસર)

     ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે આજે તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ ગ્રામીણ વિકાસ અને બાળ કલ્યાણના અગત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગામમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર-૧ નું લોકાર્પણ અને આંગણવાડી કેન્દ્ર-૨ નું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું હતું.

આ વિકાસલક્ષી સમારોહમાં જંબુસર-આમોદ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ડી. કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

તેમણે આંગણવાડી કેન્દ્ર-૧ નું ઉદ્ઘાટન કરી ગ્રામજનોને અર્પણ કર્યું હતું અને કેન્દ્ર-૨ ના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમ દરમિયાન બાળ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટર : ઇમ્તિયાઝ દિવાન, ભરૂચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *