Sunday, February 15News That Matters

૬ ઠ્ઠી મે શુક્રવારે યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર  ભરતી મેળો મોકૂફ રખાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ દ્વારા આગામી તા. ૦૬-૦૫-૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, ગાંધીધામ – કચ્છ ખાતે આયોજિત કરવામાં આવેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ છે. આ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર અધિકારી ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *