હિન્દ ટીવી – ગુજરાતી,
મામલતદાર કચેરી, ઉમરાળા હાલ ઉમરાળા ગામે આવેલ દરબારગઢના મકાનમાં કાર્યરત છે. આથી ઉમરાળા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે હાલ સદરહુ બિલ્ડીંગ આશરે ૧૫૦ વર્ષ જુનુ અને જર્જરીત હોય અકસ્માત થવાની શક્યતાઓ હોવાનું તેમજ આગામી વર્ષાઋતુ દરમ્યાન ભારે વરસાદ તેમજ વાવાઝોડાના સમયે બિલ્ડીંગનો કોઇ ભાગ પડી જવાના લીધે જાન મિલ્કત તેમજ જાનહાની થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કચેરીની બીલ્ડીંગને સ્થળાંતર કરવાની જરૂરીયાત ઉભી થતા ભાવનગર જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરતા તેઓની કચેરીના પત્રથી જાહેર નોટીસ ઇસ્યુ કરવા અંગે પરવાનગી આપવામાં આવેલ છે.
આથી તા.૦૬/૦૫/૨૦૨૨ થી મામલતદાર કચેરી , ઉમરાળા ઉમરાળા ગામે આવેલ સરકારી વસાહતના કવાર્ટર નં.ડી -૧ થી ડી -૬ માં કાર્યરત થનાર છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવાયું છે.
