Sunday, February 15News That Matters

ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી,

બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત લાલચંદભાઈ વોરા બાલભવન, અમરેલી જિલ્લાના બગસરા ખાતે ત્રિ-દિવસીય ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થાનાં શિશુવિહારના ચીફ કો-ઓર્ડિનેટર હિનાબહેન ભટ્ટ, કાર્યકર પ્રીતિબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણા, પાર્થભાઈ બારૈયા અને હર્ષભાઈ ચુડાસમા દ્વારા ૧૨૦ બાળકોને ક્રાફટ, આપત્તિ નિવારણ, સાહસિક રમત – ગમતની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

અમરેલી ખાતે યોજાયેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટનાં દેવચંદભાઈ તથા મહેન્દ્રભાઈએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *