Saturday, February 14News That Matters

કાલાવડ ખાતે લોકડાયરો યોજાયો – એક શામ ભીમ કે નામ

હિન્દ ટીવી – ગુજરાતી, કાલાવડ

કાલાવડ ખાતે ગત રોજ ‘એક શામ ભીમ કે નામ’ ના નામથી એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લોકડાયરા કાર્યક્ર્મમાં બહુજન સાહિત્યકાર વિશનભાઇ કાથડ દ્વારા સંગીતના તાલે ડૉ.બાબા સાહેબ આંબેડકર ની જીવની અને તેઓ અંગે પ્રવચન અને ગીતો દ્વારા આ કાર્યક્ર્મમાં પધારેલ હજારો લોકો વિશનભાઈ કાથડ ના પ્રવચનો અને ગીતોમાં મંત્ર મુંગ્ધ થયા હતા.

ભીમ ડાયરામા પધારેલ આમંત્રિત મહેમાનો તથા દુરદુરથી પધારેલ ભીમ ચાહકો, સમસ્ત દલિત સમાજના ભાઇ બહેનો, માતાઓ બહેનો, યુવાનો એ ખુબ જ શાન્તિ પુર્વક આ કાર્યક્ર્મને માણ્યો હતો અને આ કાર્યક્રમ ને અતિ થી અતી ભવ્ય બનાવવા બદલ પ્રવિણભાઇ દેગડા, મોહનભાઇ દેગડા, વાઘજીભાઇ સોરઠિયા, ધમ્મચારી મંજુ રત્ન, નરેશભાઇ સિંગલ , સુરેશભાઇ શુકલ, રવિ શુકલ તેમજ સમસ્ત દેગડા પરિવાર અને યુવા ટીમ ને આ તકે સમસ્ત દલિત સમાજે અભિનંદન સહ હદય થી આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમ મા હાજર રહેલ આમંત્રિત મહેમાનોમાં મુખ્યે કાલાવડ-૭૬ વિધાનસભા નાં ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડિયા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, માડૉ.કલ્પેશભાઇ મકવાણા, દલિત સમાજ પ્રમુખ પ્રવિણભાઇ વઘોરા, રવજીભાઇ મુછડિયા, ડૉ.સીમાબેન પટેલ, હસમુખભાઇ વોરા, અભિષેકભાઇ પટવા, હિનાબેન રાખોલિયા, રાજેશભાઇ રાખોલિયા, રામદેવસિંહ જાડેજા, કેશુભાઇ સોલંકી, જીતુભાઇ પારિયા, મનોજભાઇ પરમાર તથા અન્ય નામી-અનામી ભાઇઓ, બહેનો, માતાઓ, યુવાનો, તમામ ક્ષેત્ર માંથી ચુટાયેલ પ્રતિનિધિઓ નો પણ કાર્યક્રમના આયોજકોએ આભાર વ્યકત કર્યો હતો.

ફેસબુક :
https://www.facebook.com/hindnews.gujarat/videos/706998797095449/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *