Sunday, February 15News That Matters

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

          ભાવનગરની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૯/૦૪/૨૦૨૨ થી બપોરે ૩ થી ૫ દરમ્યાન (શનિ – રવિ અને જાહેર રજાના દિવસો સિવાય) રૂમ નં.૬૬ સર્જરી ઓ.પી.ડી વિભાગ, ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જતા તમામ યાત્રીઓએ આ માટે તબીબી અધિક્ષકની કચેરી ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને અરજી આપ્યાનાં બે દિવસ બાદ ફિટનેસ સબંધિત કામગીરી માટે આવવાનું રહેશે. જેની નોંધ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *