Sunday, February 15News That Matters

દુધઈ બ્રાન્ચ કેનાલ જે બનવાની છે તે પાઈપ વાડી નહીં પરંતું ખુલ્લી કેનાલ બનશે

હિન્દ ટીવી – ગુજરાતી, કચ્છ

આ કેનાલ નું સંપુર્ણ કામ નર્મદા બોર્ડ કરશે ખુલ્લી કેનાલ આવશે એનામા કમાન્ડ વિસ્તારમાં આવતી તમામ જમીન અગાઉ નક્કી થયેલ જે કમાન્ડ વિસ્તાર છે તે મુજબ જ આવશે આ કેનાલ વિશે જે અફવાઓ ફેલાઈ રહી છે તેમા કોઈ ખેડૂતે ગેરમાર્ગે દોરાવું નહી. કેનાલ નું કામ ઝડપી શરૂથાય તે માટે પાવરપટ્ટી તથા આહીરપટ્ટી વિસ્તાર ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારઓ તેમજ આ વિસ્તારના પાર્ટી પદાધિકારીઓ એ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષા શ્રીમતી ડૉ.નિમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ધારાસભ્યઓ ને રજૂઆત કરી હતી.

રજૂઆત ના સંદર્ભે પદાધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસમાં મંજુરી મળી જશે અને 2 થી 3 મહીના ની અંદર ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. રુદ્રરમાતા ડેમ તથા કાયલ ડેમ નોર્ધનલિક થી ભરવા ના જે કામ ના ટેન્ડર 1400 કરોડ થઈ ગયા છે.

કચ્છ જીલ્લા પંચાયત ના સદસ્ય દામજીભાઈ કરશનભાઈ ચાડ, ભુજ તાલુકા પંચાયત સાશકપક્ષ ના નેતા મામદ રહીમભાઈ જત, ભુજ તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણ કરમણભાઈ બતા (ભુરાભાઈ), ભુજ તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ મેરિયા, ભુજ તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ હરીભાઈ રાણાભાઈ ગાગલ, કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમભાઈ રામજીભાઈ આહીર, ભુજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ દેવકરણભાઈ ગાગલ, ભુજ એ.પી.એમ.સી ના ડાયરેક્ટર જયેશભાઇ ભાનુશાલી, ભુજ એ.પી.એમ.સી ના ડાયરેક્ટર હરીભાઈ લક્ષ્મણભાઈ પટેલ, કુનરીયાના સરપંચ સુરેશભાઈ છાંગા, સુમરાસર (શેખ) ના સરપંચ રણછોડભાઈ આહીર (યાદવરાજ), ઢોરીના સરપંચ શ્રીમતી જસીબેન ગોપાલ મેઘવાળ, કોટાયના સરપંચ શ્રીમતી ડાઈબેન નંદલાલ બતા, લોરીયાના સરપંચ ધનજીભાઈ ભાનુશાલી તથા જુરાના સરપંચ શ્રી તુષારભાઈ ભાનુશાલી તેમજ વિસ્તાર માં આવતા ભાજપ ના મુખ્ય આગેવાનો એ રજૂઆત કરેલ હતી. આ કેનાલ નું કામ ઝડપથી શરૂ થાય તે માટે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી ની સંપુર્ણ ટીમ સતત કાર્યશીલ અને કટીબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *