Tuesday, September 8News That Matters

Gujarat

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘા, મણાર અને ભાદ્રોડ ગામની શાળાઓની મુલાકાત લીધી

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘા, મણાર અને ભાદ્રોડ ગામની શાળાઓની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા, મણાર અને ભાદ્રોડ ગામોની શાળાઓની આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી.  પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘાની સરકારી શાળા, મણાર કન્યા પ્રાથમિક શાળા, ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળા ખાતે મુલાકાત લઈને બાળકોને અલગ અલગ જનરલ નોલેજના પ્રશ્નો પૂછ્યા હતા તેમજ શાળાના બાળકોને અચાનક વાંચન કરવા ઊભા કરીને શિક્ષણની ગુણવત્તા અંગે ચકાસણી કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો....
પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ માહિતી મેળવી હતી. તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતાં. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બુધેલ પાણી પુરવઠા, ઘોઘાના નવા રતનપર ગામે ડી- સેલીનેશન પ્લાન્ટ, કોળીયાક માલે ટી.આર., ભડી ગામે પાણી પુરવઠા બૂધેલ ફેઝ-2, ત્રાપજ પાણી પુરવઠા યોજના, મેથડા બંધારા, છાપરીયાળી સૌની યોજના લિંક-૨ ખાતે મુલાકાત લીધી હતી.  દરેક પાણી પુરવઠાની યોજના અંતર્ગત કેટલાં જૂથ અને ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે નકશાના માધ્યમથી માહિતી મેળવી હતી. આ તકે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી, પાણી પુરવઠા અધિકારી, સિંચાઇ વિભાગના અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં....
સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ

સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  સરકારશ્રી દ્વારા શ્રી અન્ન સંદર્ભે શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે યોજાયેલ વાનગી સ્પર્ધામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બહેનોને પુરસ્કાર અપાયા હતા. સિહોર તાલુકાનાં મામલતદાર જોગસિંહ દરબાર અને તાલુકા વિકાસ અધિકારી નાઝનીનબેન દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ ગઈ. શ્રી અન્ન સંદર્ભે સરકારશ્રી દ્વારા શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે ફરજ પરનાં અધિકારી હેમાબેન મહેતાનાં સંકલન સાથે યોજાયેલ આ વાનગી સ્પર્ધામાં બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયેલ. જેઓને તાલુકા પંચાયત અંતર્ગત અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં વિસ્તરણ અધિકારી ચાંપરાજભાઈ ઉલવા સાથે રેખાબેન ડાભી, આરોગ્ય વિભાગનાં હસુમતીબેન જોશી અને મહિલા સ્વરાજ મંચનાં ધરણીબેન જાનીની ...
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૪ જુલાઇનાં રોજ “ચંદ્રયાન -3 મિશન નાં લોન્ચ” નું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૪ જુલાઇનાં રોજ “ચંદ્રયાન -3 મિશન નાં લોન્ચ” નું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ભાવનગર અને આસપાસનાં વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારનાં વિજ્ઞાન અને પ્રોઘોગિક વિભાગનાં ગુજકોસ્ટ દ્વારા આર.એસ.સી ભાવનગરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓનાં માઘ્યમથી 'STEM' પ્રત્યે લોકોમાં જાણકારી અને રૂચી વઘારવા માટે ભાવનગરમાં આર.એસ.સી. ભાવનગર એક સરસ કેન્દ્ર છે. વિજ્ઞાનનાં પ્રચાર પ્રસાર માટે આર.એસ.સી ભાવનગર સતત કાર્યરત છે. તેની આઉટરીચ પ્રવૃત્તિઓનાં ભાગ રૂપે ભારત દેશ જયારે એક અતિ મહત્વની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે તેને યાદગાર બનાવવા અને ભાવનગરનાં બાળકોને અવકાશ વિજ્ઞાન વિષે માહિતગાર કરવા "ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ" નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ઓડિટોરિયમમાં મુ...

તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ભાવનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર         મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૩ એકમ (કંપની)માં ફીટર, ટર્નર, મશિનિસ્ટ, સેલ્સ એક્સિક્યુટી, માર્કેટીંગ એક્જે ક્યુટીવ, ઓફીસ એક્જેક્યુટીવ, ટેલિકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈટીઆઈ(ફીટર/ ટર્નર/ મશિનિસ્ટ), ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૫/૦૭/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે, આંબેડકર ભવન, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર ની યાદીમાં જણાવેલ છે....

તા.૨૬ જુલાઇનાં રોજ ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર      રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૬/૦૭/૨૦૨૩ ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માનનીય મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૭/૦૭/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા. ૧૭/૦૭/૨૦૨૩ સુધીમાં મામલતદાર, ઉમરાળાને રજુ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. ...

ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકનાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી માસ (ઓગષ્ટ-૨૦૨૩)માં કરવામાં આવનાર છે. જેમાં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં બાળકો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવા કે ડ્રોઈંગ પેપર, પેન્સિલ, રબ્બર, કલર બોક્ષ જેવી સામગ્રી અત્રેની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે. નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ એડ્રેસ - dsosportsbvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકનું આચાર્યનાં સહી સિક્કા સાથેનું પ્રમાણીત કરેલ ફોટા સાથેનું બોનોફાઇડ સર્ટિફિકેટ અને રહેઠાણના પુરાવા સાથે તા.૨૭/૦૭/૨૦૨૩ સુધીમાં ઉપરોક્ત...
પાલિતાણા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે પર્યાવરણ સંદર્ભે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો

પાલિતાણા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે પર્યાવરણ સંદર્ભે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર          સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા ખાતે G20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે એક ગોળમેજી પરિષદની સાથે સાથે કૉલેજના પરિસરમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગોળમેજી પરિષદમાં બી.એ./બી.કોમ. સેમ.-૧ અને સેમ.-૩ ના કુલ ચાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પર્યાવરણ વિશે પોતાના વિચારો રસપ્રદ રીતે રજૂ કર્યા હતા. જેની સાથે કૉલેજના પરિસરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો હતો. કોલેજના આચાર્યા ડો. સુનીતા નિમાવતના માર્ગદર્શન હેઠળ કૉલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ બંને કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બંને કાર્યક્રમોને સાર્થક કર્યા હતા. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...

સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધા બળવત્તર બનાવવાનાં હેતુથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભાવનગર જિલ્લાની શાળાઓ માટે ગ્રાન્ટ ફાળવી

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધા બળવત્તર બનાવવાનાં હેતુથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ૯ કરોડ ૩૦ લાખ ની ગ્રાન્ટ ફાળવી છે જેથી સરકારી શાળાઓમાં ઓરડાઓ બાંધવામાં આવશે.  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સરકારી શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ માટેના હમેશા હિમાયતી રહ્યા છે ત્યારે મંત્રી દ્વારા ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકાની ૨૪ પ્રાથમિક શાળા માટે ૧ કરોડ ૨0 લાખ, શિહોર તાલુકાની ૧૭ પ્રાથમિક શાળા માટે ૮૫ લાખ, તળાજા તાલુકાની ૬૩ પ્રાથમિક શાળા માટે ૩ કરોડ ૧૫ લાખ, ગારીયાધાર તાલુકાની ૬ પ્રાથમિક શાળા માટે ૩0 લાખ, ઉમરાળા તાલુકાની ૬૦ પ્રાથમિક શાળા માટે ૩ કરોડ, જેસર તાલુકાની ૧૬ પ્રાથમિક શાળા માટે ૮૦ લાખની ફાળવણી કરવામાં આવી છે આમ, ૧૮૬ પ્રાથમિક શાળાઓમાં ઓરડાના બાંધકામ માટે ૯ કરોડ ૩૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિ...

માર્ગ-મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તાયુક્ત બનાવવા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો કરતા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં સર્વગ્રાહી વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગની કામગીરીને વધુ વ્યાપક, અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવાની પહેલ રૂપે શ્રેણીબદ્ધ મહત્વના નિર્ણર્યો કર્યા છે. ગુજરાતે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે દેશ વિદેશમાંથી મૂડી રોકાણો મેળવીને ઉદ્યોગ ક્ષેત્રે અપ્રતિમ પ્રગતિ હાંસલ કરી છે. એટલું જ નહી કૃષિ, ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર સહિતનાં ક્ષેત્રોમાં પણ ગુજરાત વિકાસનુ રોલ મોડલ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં યાતાયાત-વાહન વ્યવહાર માટે ઉદ્યોગો, નાગરિકો અને પ્રજા વર્ગોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર પુરું પાડીને ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ રાખી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની કામગીરી વધુ ઈફેક્ટીવ, ટાઈમલી અને ક્વોલીટેટીવ બ...