હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૩ એકમ (કંપની)માં ફીટર, ટર્નર, મશિનિસ્ટ, સેલ્સ એક્સિક્યુટી, માર્કેટીંગ એક્જે ક્યુટીવ, ઓફીસ એક્જેક્યુટીવ, ટેલિકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈટીઆઈ(ફીટર/ ટર્નર/ મશિનિસ્ટ), ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૫/૦૭/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે, આંબેડકર ભવન, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર ની યાદીમાં જણાવેલ છે.
