Tuesday, September 8News That Matters

તા.૨૬ જુલાઇનાં રોજ ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર

     રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૬/૦૭/૨૦૨૩ ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માનનીય મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૭/૦૭/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા. ૧૭/૦૭/૨૦૨૩ સુધીમાં મામલતદાર, ઉમરાળાને રજુ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *