Tuesday, September 8News That Matters

ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકનાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી માસ (ઓગષ્ટ-૨૦૨૩)માં કરવામાં આવનાર છે. જેમાં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં બાળકો ભાગ લઈ શકશે.

આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવા કે ડ્રોઈંગ પેપર, પેન્સિલ, રબ્બર, કલર બોક્ષ જેવી સામગ્રી અત્રેની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે. નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકનું આચાર્યનાં સહી સિક્કા સાથેનું પ્રમાણીત કરેલ ફોટા સાથેનું બોનોફાઇડ સર્ટિફિકેટ અને રહેઠાણના પુરાવા સાથે તા.૨૭/૦૭/૨૦૨૩ સુધીમાં ઉપરોક્ત કચેરી ખાતે તમામ માહિતી સાથે અરજી પત્રક પહોંચતું કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *