Tuesday, September 8News That Matters

પાલિતાણા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે પર્યાવરણ સંદર્ભે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો

 હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

        સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા ખાતે G20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે એક ગોળમેજી પરિષદની સાથે સાથે કૉલેજના પરિસરમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગોળમેજી પરિષદમાં બી.એ./બી.કોમ. સેમ.-૧ અને સેમ.-૩ ના કુલ ચાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પર્યાવરણ વિશે પોતાના વિચારો રસપ્રદ રીતે રજૂ કર્યા હતા. જેની સાથે કૉલેજના પરિસરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો હતો.

કોલેજના આચાર્યા ડો. સુનીતા નિમાવતના માર્ગદર્શન હેઠળ કૉલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ બંને કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બંને કાર્યક્રમોને સાર્થક કર્યા હતા.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *