હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધા બળવત્તર બનાવવાનાં હેતુથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ૯ કરોડ ૩૦ લાખ ની ગ્રાન્ટ ફાળવી છે જેથી સરકારી શાળાઓમાં ઓરડાઓ બાંધવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સરકારી શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ માટેના હમેશા હિમાયતી રહ્યા છે ત્યારે મંત્રી દ્વારા ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકાની ૨૪ પ્રાથમિક શાળા માટે ૧ કરોડ ૨0 લાખ, શિહોર તાલુકાની ૧૭ પ્રાથમિક શાળા માટે ૮૫ લાખ, તળાજા તાલુકાની ૬૩ પ્રાથમિક શાળા માટે ૩ કરોડ ૧૫ લાખ, ગારીયાધાર તાલુકાની ૬ પ્રાથમિક શાળા માટે ૩0 લાખ, ઉમરાળા તાલુકાની ૬૦ પ્રાથમિક શાળા માટે ૩ કરોડ, જેસર તાલુકાની ૧૬ પ્રાથમિક શાળા માટે ૮૦ લાખની ફાળવણી કરવામાં આવી છે આમ, ૧૮૬ પ્રાથમિક શાળાઓમાં ઓરડાના બાંધકામ માટે ૯ કરોડ ૩૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા સરકારી શાળાઓમાં ઓરડાના બાંધકામ માટે ફાળવાયેલ ગ્રાન્ટ થકી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થશે તેમજ પ્રાથમિક સરકારી શાળાઓમાં ઓરડાની સંખ્યા વધવાથી શાળાઓમાં ભણતા બાળકોને વધુ સારી સુવિધા મળશે.
ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી
