Monday, September 7News That Matters

જંબુસર નગરપાલિકાની ઘોર બેદરકારી: નવયુગ સ્કૂલ અને સરદાર નગરમાં ગટરના પાણી ઉભરાતા રજૂઆત કરાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, જંબુસર 

    જંબુસર શહેરમાં આવેલી નવયુગ સ્કૂલમાં સેનેટરી વિભાગમાં ગંદા પાણી ઉભરાવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે શાળાની વિદ્યાર્થીનીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

     આ ઉપરાંત, સરદાર નગર સોસાયટીમાં કૃષ્ણ ભગવાનના મંદિર સામે આવેલા એક ખાલી પ્લોટમાં ગટરની લાઇન (ભૂંગરું) ફાટી જતાં સમગ્ર કમ્પાઉન્ડમાં દૂષિત પાણી ભરાઈ ગયા છે.

     આ ગંભીર સમસ્યા અંગે હિતેન્દ્ર ઠાકોર જંબુસર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ અંગે અઢી મહિના પહેલાં જ નગરપાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

      આ મુદ્દે ‘હિન્દ ટીવી – ગુજરાતી’ ન્યૂઝ ચેનલના રિપોર્ટર નગરપાલિકાના ચીફ ઓફિસર (C.O.)ને મળવા પહોંચ્યા હતા અને સમગ્ર વિગત જણાવી હતી. જોકે, ચીફ ઓફિસરે કેમેરા સામે કે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરતાં માત્ર એટલું જ કહ્યું હતું કે “કામ થઈ જશે.” પાલિકા તંત્રના આ ઉડાઉ જવાબ અને નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક રહીશો તેમજ શાળાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *