હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ
બોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી બોટાદ ખાતે યોજાશે.
આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી, વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૨/૦૯/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા https://swagat.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા બોટાદ(ગ્રામ્ય) મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
