Tuesday, February 17News That Matters

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ માહિતી મેળવી હતી. તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતાં.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બુધેલ પાણી પુરવઠા, ઘોઘાના નવા રતનપર ગામે ડી- સેલીનેશન પ્લાન્ટ, કોળીયાક માલે ટી.આર., ભડી ગામે પાણી પુરવઠા બૂધેલ ફેઝ-2, ત્રાપજ પાણી પુરવઠા યોજના, મેથડા બંધારા, છાપરીયાળી સૌની યોજના લિંક-૨ ખાતે મુલાકાત લીધી હતી. 

દરેક પાણી પુરવઠાની યોજના અંતર્ગત કેટલાં જૂથ અને ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે નકશાના માધ્યમથી માહિતી મેળવી હતી.

આ તકે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી, પાણી પુરવઠા અધિકારી, સિંચાઇ વિભાગના અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *