હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
આજ રોજ ઘોઘા ICDS પરિવાર દ્વારા ઘોઘા તાલુકા કક્ષાની મિલેટસ-૨૦૨૩ સ્પર્ધાનું ઘટક કક્ષાનું આયોજન ઘોઘા જુનું તાલુકા પંચાયત માં ઘટક ઓફિસમાં આઈ.સી.ડી.એસ. ઘોઘા સી.ડી.પી.ઓ. અને ઓફીસ સ્ટાફ દ્વારા ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવધ મીલેટસમાથી બનાવેલ વાનગીઓ જેવી કે, કોદરી માંથી બનેલ વેજીટેબલ ખીચડી, બાજરીનાં લોટ અને સરગવાનાં પાન માંથી બનાવેલ મુઠીયા, સરમિયા, ભજીયા, શીંગભજીયા, ભડકું, મોરિયાનાં ઉત્ત્તાપમ, રાજગરાની ભાખરી, સામામાંથી બનેલ ખીચડી, રવાનાં ગુલાબ જાંબુ, રાગીનો સિરો, રાગી અને રવાનાં ઢોકળા સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમાંથી ત્રણ આંગણવાડી વર્કર બહેનો વિજેતા બન્યા હતા તેમને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઘોઘા ઘટકના ઇન્ચાર્જ CDPO મીનાબેન પંડ્યા, આંકડા મદદનીશ ઉર્મિલાબેન સોલંકી, મુક્યસેવિકા હસ્તીબેન હુંણ તથા મુખ્યસેવિકા વનીતાબેન ડાભી, બ્લોક કો-ઓર્ડીનેટર દિવ્યાબેન ભટ્ટ, પા પા પગલી પ્રોજેક્ટનાં PSE જયેશભાઈ વેગડ, DISMU કો-ઓર્ડીનેટર વિષ્ણુભાઈ સોલંકી અને આરતીબેન બારૈયા તથા રિયાઝભાઈ ડેરૈયા તથા આધાર ઓપરેટર અનકભાઈ હરકટ તથા તેજુબેન બાંભણિયા આ તમામ સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો..
જે પ્રોગ્રામમાં મામલદાર ઘોઘા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ, ઘોઘ તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ મુકેશભાઈ વેગડ, ઘોઘા ગ્રામ પંચાયતનાં સરપંચ, અંસારભાઈ રાઠોડ, ચેરમેનશ્રી કારોબારી સમિતિ અને ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, ઘોઘા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કુલદીપસિંહ ગોહિલ, મહિલા મોરચાનાં પ્રમુખ અંકિતાબેન ભટ્ટ, નારી અદાલતમાંથી લીનાબેન રાઠોડ, CMTCનાં સભ્ય પૂર્વીબેન, આઈ.સી.ડી.એસ.ઘોઘા, સી.ડી.પી.ઓ. મીનાબેન પંડ્યા અને ઓફીસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
