હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
સરકારશ્રી દ્વારા શ્રી અન્ન સંદર્ભે શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે યોજાયેલ વાનગી સ્પર્ધામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બહેનોને પુરસ્કાર અપાયા હતા.
સિહોર તાલુકાનાં મામલતદાર જોગસિંહ દરબાર અને તાલુકા વિકાસ અધિકારી નાઝનીનબેન દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ ગઈ.
શ્રી અન્ન સંદર્ભે સરકારશ્રી દ્વારા શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે ફરજ પરનાં અધિકારી હેમાબેન મહેતાનાં સંકલન સાથે યોજાયેલ આ વાનગી સ્પર્ધામાં બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયેલ. જેઓને તાલુકા પંચાયત અંતર્ગત અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં વિસ્તરણ અધિકારી ચાંપરાજભાઈ ઉલવા સાથે રેખાબેન ડાભી, આરોગ્ય વિભાગનાં હસુમતીબેન જોશી અને મહિલા સ્વરાજ મંચનાં ધરણીબેન જાનીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વાનગી સ્પર્ધાના આયોજનમાં કચેરીના મુખ્ય સેવિકા રીટાબેન શુક્લ, દુગાબેન બાબરિયા, સવિતાબેન ગોહિલ તથા નયનાબેન પંડ્યા રહ્યા હતા.
સ્પર્ધા કાર્યકમમાં નીધીબેન પટેલ, શિવમભાઈ પટેલ તથા ધ્રુવભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.
