હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા, મણાર અને ભાદ્રોડ ગામોની શાળાઓની આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ઘોઘાની સરકારી શાળા, મણાર કન્યા પ્રાથમિક શાળા, ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળા ખાતે મુલાકાત લઈને બાળકોને અલગ અલગ જનરલ નોલેજના પ્રશ્નો પૂછ્યા હતા તેમજ શાળાના બાળકોને અચાનક વાંચન કરવા ઊભા કરીને શિક્ષણની ગુણવત્તા અંગે ચકાસણી કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
