Tuesday, September 8News That Matters

Gujarat

ઉના તાલુકા પંચાયત કચેરી સ્થળાંતર થતાં સરનામાં ફેરફાર બાબત

ઉના તાલુકા પંચાયત કચેરી સ્થળાંતર થતાં સરનામાં ફેરફાર બાબત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા પંચાયત કચેરીનું જૂનું બિલ્ડિંગ જર્જરીત થઈ જતા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તાલુકા પંચાયત કચેરી-ઉનાનું સ્થળ ફેરફાર થયેલ છે. આ કચેરી પહેલા ટાવર ચોકની સામે, શાક માર્કેટની બાજુમાં કાર્યરત હતી. જે હવે સરકારી કુમાર છાત્રાલય (વિકસતિ જાતિ) વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવે (બાયપાસ) વિજય પબ્લિક સ્કૂલ સામે, ઉના, જી.ગીર સોમનાથ ખાતે સ્થળાંતરિત કરેલ છે એમ તાલુકા વિકાસ અધિકારી ઉનાની એક યાદીમાં જણાવાયું છે....
સરકાર દ્વારા યોજાતા સરસ મેળાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે : કાજલબેન ભટ્ટ

સરકાર દ્વારા યોજાતા સરસ મેળાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે : કાજલબેન ભટ્ટ

Gujarat
સોમનાથ   ગુજરાત સરકાર દ્વારા સ્વસહાય જુથો માટેની યોજનાઓ થકી રોજગારીને વેગ મળ્યો છે. તેમજ સ્વસહાય જૂથો પોતાની વિવિધ વસ્તુઓનો વેચાણ વધુમાં વધુ કરી શકે તે માટે સરકારશ્રી તેઓને વિનામુલ્યે સરસ મેળા મારફતે પ્લેટફોર્મ પુરૂ પાડી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાતભરના સ્વસહાય જૂથો સહભાગી બનીને આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતાની રોજગારીમાં વધારો કરી રહ્યા છે. જેમાં તાલાળા તાલુકાના ભેટાળીના ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રનો પણ આ મેળામાં જે પંચગવ્યમાંથી નિર્મિત વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો તેમજ ઘર વપરાશના ઉત્પાદનો આઈટમ્સનો સ્ટોલ ધરાવે છે. શ્રાવણ મહિનામાં કિલ્લા વાળા હનુમાન મંદિરના ગ્રાઉન્ડ સોમનાથમાં આવા ‘સરસ મેળા’ના આયોજન બદલ આ મેળામાં સ્ટોલ ધરાવતા શ્રી કાજલબેન ભટ્ટે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.             ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રએ ...
શ્રાવણ શુક્લ અષ્ટમી ના દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પીળા પુષ્પોનો શ્રૃંગાર

શ્રાવણ શુક્લ અષ્ટમી ના દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પીળા પુષ્પોનો શ્રૃંગાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે પ્રતિદિન વિશેષ સાયં શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્રાવણ માસના આઠમા દિવસે સોમનાથ મહાદેવને પીળા પુષ્પોનું શણગાર કરવામાં આવ્યો હતો. આજે બૃહસ્પતિ વાર એટલે કે ગુરુવાર છે, ત્યારે બૃહસ્પતિ ના રંગ પીળા રંગથી સોમનાથ મહાદેવનું શોભન કરવામાં આવ્યું હતું. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક વૃત્તિ નું પ્રતિક માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાનના કર્તાહર્તા ગુરુ નું પ્રતીક છે. પૂજામાં આ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. પીળો રંગ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. દેવ ગુરુ બૃહસ્પતિ એ ગ્રહ કહેવાય છે જે શુભ કાર્યો કરે છે. આ રંગની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર, રક્ત પરિભ્રમણ અને આંખો પર પડે છે. એવું પણ કહેવાય છે કે પીળા રંગમાં મન બદલવાની ક્ષમતા હોય છ...

અખિલ ભારતીય શાળાકીય અંડર – ૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ – બહેનોની ભાવનગર મહાનગરપાલિકા કક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં નિયંત્રણ હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા અખિલ ભારતીય શાળાકીય અંડર - ૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ - બહેનોની ભાવનગર મહાનગરપાલિકા કક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૨૫/૦૮/૨૦૨૩ થી ૧૬/૦૯/૨૦૨૩ સુધી થનાર છે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તા.૧૯/૦૮/૨૦૨૩ નાં રોજ સરદાર પટેલ રમત સંકુલ, સિદસર ભાવનગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં શહેર તથા ગ્રામ્યનાં વ્યાયામ મંડળના પ્રમુખ તથા શાળાનાં આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. અખિલ ભારતીય શાળાકીય (SGFI) અંડર - ૧૪, ૧૭ અને ૧૯ સ્પર્ધા અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. ખો-ખો, વોલીબોલ, કબડ્ડી અને અથ્લેટિક્સ રમતની સ્પર્ધાઓ તા.૨૫ ઓગસ્ટ થી તા.૦૧ સપ્ટેમ્બર સુધી યોજાશે. ત્યારબાદ જિલ્લાકક્ષાએથી હોકી, ફૂટબોલ,ચ...

શિહોરની બે હોસ્પિટલોનું કામચલાઉ રજીસ્ટ્રેશન કરવામાં કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      શિહોરની ૫૦ થી વધુ બેડ ધરાવતી બે હોસ્પિટલોનું ક્લિનિકલ એસ્ટબલીસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત કામચલાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં કે. જે મહેતા જનરલ હોસ્પિટલ-અમરગઢ (તા. શિહોર) અને નંદલાલ મૂળજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિહોરનું કામચલાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે....

દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ     પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો    શ્રાવણ માસના પહેલા સોમવારે (શ્રાવણ સુદ પાંચમ) શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્વેત ,પીળા પીતાંબર વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.          ...

પ્રાચી પીપળા કે.કે.મોરી હાઇસ્કુલ ખાતે તા. ૧૯ ઓગષ્ટ નાં રોજ SGFI જિલ્લા અને તાલુકાકક્ષાની સ્પર્ધાઓ માટે બેઠક યોજાશે

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ       સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલીત અને જિલ્લા રમત પ્રશિક્ષ કેન્દ્ર દ્વારા આગામી તા. ૧૦-૦૯-૨૦૨૩ સુધીમાં શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જે અન્વયે પ્રાચી પીપળા, કે.કે.મોરી હાઇસ્કુલ ખાતે તા. ૧૯-૦૮-૨૦૨૩ નાં રોજ SGFI જિલ્લા અને તાલુકાકક્ષાની સ્પર્ધાઓ માટે બેઠક યોજાશે. આ સ્પર્ધામાં તાલુકાકક્ષાએ ચાર રમત કબડ્ડી, એથ્લેટીક્સ, વોલીબોલ અને ખો-ખો અને જિલ્લાકક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે....

ગીર સોમનાથના બાગાયતદારોને “નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય”ની સહાય અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયતખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા “નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય” અંગેની યોજના નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. જેના માટે વર્ષ: ૨૦૨૩-૨૪ માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૩/૦૯/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવામાં આવે છે. આથી આ યોજનાનો લાભ લેવા માગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭-૧૨ અને ૮/અના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલિફોન નં-૦૨૮૭૬ ૨૪૦૩૩૦ વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે....

સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩’નું આજે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે ઉદઘાટન કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ      ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહીલા સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેંચાણ દ્વારા સ્વસહાય જુથો (સખીમંડળો) ને બજાર વ્યવસ્થા પુરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન સહ વેંચાણ થાય તે હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નું આજે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે ઉદઘાટન કરાશે. આ મેળો કિલ્લાવાળા હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે તા.૧૯ થી ૨૭ ઓગષ્ટ દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાશે. જેમાં તોરણો, લેડીઝ ડ્રેસ મટીરીયલ્સ, શાલ, બાંધણી, ઇમીટેશન જ્વેલરી, પંચગવ્ય ગૌ આધા...
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા

ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રાજ્યની સગર્ભાઓ તેમજ શૂન્યથી પાંચ વર્ષની વયના બાળકોને ગંભીર રોગો સામે સુરક્ષા આપતી રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રસીકરણ ઝુંબેશરૂપે કોડીનાર તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ મૂળ દ્વારકા વિસ્તારમાં લોકો કેટલીક ગેરમાન્યતાઓ અને શિક્ષણના અભાવના કારણે સગર્ભા મહિલાઓ અને બાળકોને વેક્સિન અપાવવા ના પાડતા હતા. જેને આરોગ્યટીમે સમજાવી કૂશળતાપૂર્વક રસીકરણ કામગીરી કરેલ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અરુણ રૉય તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પઢિયારના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર, ડીએસબીસીસી, સી.એચ.ઓ. તથા કોડીનારની એસ.બી.સી.સી.ટીમ દ્વારા લોકો સાથે રૂબરૂ બેઠક કરી રસીકરણના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રયાસમા...