હિન્દ ટીવી – ગુજરાતી, ગીર-સોમનાથ
સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલીત અને જિલ્લા રમત પ્રશિક્ષ કેન્દ્ર દ્વારા આગામી તા. ૧૦-૦૯-૨૦૨૩ સુધીમાં શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જે અન્વયે પ્રાચી પીપળા, કે.કે.મોરી હાઇસ્કુલ ખાતે તા. ૧૯-૦૮-૨૦૨૩ નાં રોજ SGFI જિલ્લા અને તાલુકાકક્ષાની સ્પર્ધાઓ માટે બેઠક યોજાશે. આ સ્પર્ધામાં તાલુકાકક્ષાએ ચાર રમત કબડ્ડી, એથ્લેટીક્સ, વોલીબોલ અને ખો-ખો અને જિલ્લાકક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
