Sunday, February 15News That Matters

ગીર સોમનાથના બાગાયતદારોને “નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય”ની સહાય અંગે

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયતખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા “નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય” અંગેની યોજના નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. જેના માટે વર્ષ: ૨૦૨૩-૨૪ માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૩/૦૯/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવામાં આવે છે. આથી આ યોજનાનો લાભ લેવા માગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭-૧૨ અને ૮/અના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલિફોન નં-૦૨૮૭૬ ૨૪૦૩૩૦ વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *