Sunday, February 15News That Matters

સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩’નું આજે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે ઉદઘાટન કરાશે

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

     ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહીલા સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેંચાણ દ્વારા સ્વસહાય જુથો (સખીમંડળો) ને બજાર વ્યવસ્થા પુરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન સહ વેંચાણ થાય તે હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નું આજે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે ઉદઘાટન કરાશે. આ મેળો કિલ્લાવાળા હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે તા.૧૯ થી ૨૭ ઓગષ્ટ દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાશે.

જેમાં તોરણો, લેડીઝ ડ્રેસ મટીરીયલ્સ, શાલ, બાંધણી, ઇમીટેશન જ્વેલરી, પંચગવ્ય ગૌ આધારીત પ્રોડક્ટ, દોરીવર્ક, ઝુલા રમકડા, સોફ્ટ ટોયઝ, રાખડી, ઉનની બનાવટો, અગરબતી, અથાણા, મુરબ્બો, મીણબત્તી, ઘરદીવડા, દરીયાઇ શંખ-છીપલાની વસ્તુઓ, મસાલા, ખાખરા પાપડ, આર્યુવેદીક ઔષધીઓ, મુખવાસ, હાથવણાટ, મોતીકામ, ચાદરો, ઓછાડ, લાકડાના રમકડા, ભગવાનના વાઘા અને શણગાર, ખાટલી વગેરેનું વેંચાણ ઉપરાંત ખાણીપીણીની સુવિધા તેમજ દરરોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેથી ગીર-સોમનાથના સર્વે નગરજનોને અવશ્ય મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ ઉદ્ઘાટનમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સર્વ ભગવાનભાઇ બારડ, વિમલભાઇ ચુડાસમા, પ્રદ્યુમનભાઇ વાજા, કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાતના કમિશ્નર-વ-સચિવ મનીષાબેન ચંદ્રા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પલ્લવીબેન બારૈયા સહભાગી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *