Sunday, February 15News That Matters

સરકાર દ્વારા યોજાતા સરસ મેળાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે : કાજલબેન ભટ્ટ

સોમનાથ  

ગુજરાત સરકાર દ્વારા સ્વસહાય જુથો માટેની યોજનાઓ થકી રોજગારીને વેગ મળ્યો છે. તેમજ સ્વસહાય જૂથો પોતાની વિવિધ વસ્તુઓનો વેચાણ વધુમાં વધુ કરી શકે તે માટે સરકારશ્રી તેઓને વિનામુલ્યે સરસ મેળા મારફતે પ્લેટફોર્મ પુરૂ પાડી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાતભરના સ્વસહાય જૂથો સહભાગી બનીને આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતાની રોજગારીમાં વધારો કરી રહ્યા છે. જેમાં તાલાળા તાલુકાના ભેટાળીના ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રનો પણ આ મેળામાં જે પંચગવ્યમાંથી નિર્મિત વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો તેમજ ઘર વપરાશના ઉત્પાદનો આઈટમ્સનો સ્ટોલ ધરાવે છે. શ્રાવણ મહિનામાં કિલ્લા વાળા હનુમાન મંદિરના ગ્રાઉન્ડ સોમનાથમાં આવા ‘સરસ મેળા’ના આયોજન બદલ આ મેળામાં સ્ટોલ ધરાવતા શ્રી કાજલબેન ભટ્ટે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

            ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રએ લોકો ગાય સાથે જોડાય અને ગાયની ઓળખ જળવાઈ રહે તેમજ ગાય આધારીત રોજગારી મેળવે સાથેજ ગાય, ગામડુ અને સાંસ્કૃતીક વારસાને જાળવવાના ઉદેશ્યથી આ સંસ્થા વર્ષ-૨૦૨૦-૨૧ થી ગાયના વિષય પર કાર્ય કરીને ગૌ શાળા આત્મનિર્ભર બનાવવાનુ કાર્ય કરી રહી છે. સરસ મેળામાં ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રના સ્ટોલમાં પીડાન્તક રોલર, અર્જુન ચા, પંચગવ્ય નસ્ય,ચર્મ રોગ પાવડર, ગૌમૂત્ર ભાવિત હરડે ચૂર્ણ,સરલ પાચક ચૂર્ણ, પંચગવ્ય યુક્ત વાઢિયા મલમ, બેબી કેર પાવડર, ફેસપેક, પંચગવ્ય સાબુ, કેસ નિખાર ચૂર્ણ, નેચરલ ટાઈલ્સ ક્લિનર, ગોબર માળા, મોબાઈલ એન્ટી રેડિયેશન ચીપ, સહિતની પ્રોડક્ટનુ વેચાણ કરે છે.

ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રનો સ્ટોલ ધરાવતા શ્રી કાજલબેન ભટ્ટે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, સરકારશ્રી દ્વારા આ સરસ મેળા થકી નાના નાના સખી મંડળોને પોતાની પ્રોડક્ટ વેચવાનો લાભ મળી રહ્યો છે. અમને આ મેળામા સ્ટોલ મળવાથી ગૌ આધારીત પ્રોડક્ટ વધુમાં વધુ  લોકો સુધી લઈ જઈ શકીએ છીએ. અમે આત્મનિર્ભર ગૌ શાળા અને ગાય,ગામડુ અને સાંસ્કૃતિક જાણવણીના ઉદેશ્યને સિદ્ધ કરી શકીશુ. સાથે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નનાને સાકાર કરી શકીશુ. તેમજ તેમણે સ્ટોલ સહિતની વિનામુલ્યે સુવિધાઓ પુરી પાડવા બદલ સરકાર અને ગીર સોમનાથ વહીવટીતંત્રનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *