ટુ-વ્હીલર વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ટીવી - ગુજરાત, ભુજ
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ - કચ્છની અખબાર યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-ER, GJ-12-EQ, GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ-12-EB, GJ-12-EC, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EG, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12-EM, GJ-12-EN નું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૧/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૧/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦૧/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦૧/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૩૫૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૧૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છ...
